How to recover data in corrept SD card. 



લાઈફહેકર લોકોની આદત હોય છે, કે ડિવાઈસનનું પ્રોસેસિંગ ધીમું ન પડી જાય અને નાનકડી ચિપમાં પોતાનો બધો ડેટા ક્યાંય પણ લઈને ફરી શકે, તેના માટે એસડી કાર્ડસનો ઉપયોગ કરે છે. પરંતુ એસડી કાર્ડસનો ભરોસો કેટલો? દગો આપી દે તો? જો એસડી કાર્ડ ડેમેજ કે કરપ્ટ થઈ જાય તો તમારી હજારો-લાખો તસવીરો, ડોક્યુમેન્ટ્સ બધું દાવ પર લાગી શકે છે. જ્યારે મેમરી કાર્ડ દઈ જાય દગો, તો કેવી રીતે રિકવર કરીએ ડેટા? જાણો, આગળની સ્લાઈડ પર...

                   
1. સૌથી પહેલા કાર્ડ કયા ટાઈપનું છે તે જાણી લો : સૌથી પહેલા તમારું કાર્ડ કયા પ્રકારનું છે તે જાણી લો, જેમકે તે સમાન્ય એસડી કાર્ડ કે કે હાઈ કેપેસિટી એસડી કાર્ડ છે. એ જાણવું એટલે જરૂરી છે કે અલગ-અલગ પ્રકારના કાર્ડસની મેમરી એલોકેશન ફોર્મેટિંગ અલગ-અલગ હોય છે.
             
2.ડિવાઈસ મેન્યુફેક્ચરરની સાઈટ પર જાઓ : જો તમારો ડેટા SDHC કાર્ડ પર છે, તો તમારે તેને રીડ કરવા માટે SDHC ડિવાઈસની જરૂર પડશે. કેટલાક ડિવાઈસો માટે સોફ્ટવેર ડાઉનલોડ ઉપલબ્ધ હશે જેનાથી તેને અપગ્રેડ કરી આ કાર્ડસને રીડ કરી શકાશે. એટલે, ડિવાઈસ મેન્યુફેક્ચરરની વેબસાઈટ પર વિઝિટ કરો અને જુઓ કે શું ત્યાં કોઈ આવું અપગ્રેડ ઉપલબ્ધ છે?

                  
3. રીડરમાં કાર્ડ લગાવો : જો આ રીડરને કોઈ ડ્રાઈવ લેટર અસાઈન નથી કરાયો તો કોમ્પ્યૂટર તેને રીડ નહીં કરે. કેટલાક કેસોમાં રીડરને એક ડ્રાઈવ લેટર તો અસાઈન થઈ જશે, પરંતુ જ્યારે તમે તેને ક્લિક કરશો, તો તમને ડ્રાઈવ ઈ ઈન્સર્ટ કરવાની ઈન્સ્ટ્રક્શન આવશે. એટલે કાર્ડ રીડ નથી થઈ રહ્યું

4. એસડી કાર્ડને સ્કેન કરો : ઘણી વખત કાર્ડ સ્કેન કરવાથી સમસ્યા ઉકેલાઈ જાય છે. જરૂરી નથી કે તેનાથી કરપ્ટ ફાઈલ બરાબર થઈ જશે, પરંતુ ટ્રાય કરી શકાય. માય કોમ્પ્યૂટર્સ કે વિંડોઝ એક્સપ્લોરરથી કાર્ડ શોધી તેના પર રાઈટ ક્લિક કરો. પોપ-અપ મેન્યૂથી પ્રોપર્ટીઝ પર જાઓ. અહીં તમને એક નવી વિંડો દેખાશે જેમાં પાઈ ચાર્ટ બનેલો હશે. હવે ટૂલ્સ ટેબને સિલેક્ટ કરો અને પછી 'એર ચેકિંગ' બટન પર ક્લિક કરો. ફિક્સિંગ ફાઈલ સિસ્ટમ એરર્સના ચેક બોક્સ પર ક્લિક કરો.

5. હજુ પણ અનફ્લેક્સિબલ હોય તો : શક્ય છે કે, ડાયરેક્ટરી ફાઈલોના નામની લિસ્ટ બનાવી લે, પરંતુ તે એક્સેસ ન થઈ શકે. એવા કેસમાં ડ્રાઈવ લેટર પર રાઈટ ક્લિક કરી 'પ્રોપર્ટીઝ' સિલેક્ટ કરો. પાઈ ચાર્ટમાં ડિવાઈસની યૂઝ્ડ સ્પેસ જોવા મળશે. જો તે તદ્દન ફ્રી સ્પેસ દેખાય તો કાં તો ફાઈલ ડિલીટ થઈ ગઈ છે, કે પછી ડાયરેક્ટ્રી ઈરેઝ થઈ ગઈ છે. આ કેસમાં ફાઈલ રિકવરી કે અનડિલીટ પ્રોગમ ફંક્શનથી મદદ મળી શકે છે.

6. જો ફાઈલ ન બચાવી શકો : જો તમારું કાર્ડ બરાબર રીડ થઈ રહ્યું હોય, પણ તમે ફાઈલ સેવ ન કરી શકો, તો કાર્ડ પર રાઈટ પ્રોટેક્શન થઈ શકે છે. કાર્ડની એજ પર બનેલા 'લોક' પર જાઓ અને તે લોકને ખોલો. તેને ત્યારે સેવ કરો જ્યારે કાર્ડ અનલોક હોય.

If yoh like this post shair and follow me and support me. 

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments
29 September 2016 at 23:26 delete This comment has been removed by the author.
avatar

Is This Help Full?